પોરબંદર:કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ ગ્રીન પોરબંદર અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું

પોરબંદર:કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ ગ્રીન પોરબંદર અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું
પોરબંદરની સંસ્થાઓ દ્વારા ૧૦ હજારથી વધુ વૃક્ષો વાવવાના અભિયાનમાં કેન્દ્રીય મંત્રી સહભાગી બન્યા ૦૦૦૦૦૦૦૦ પોરબંદર, તા. ૧૮, કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ ગ્રીન પોરબંદર અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું. પોરબંદરની સંસ્થાઓ દ્વારા ૧૦ હજારથી વધુ વૃક્ષો વાવવાના આ અભિયાનમાં કેન્દ્રીય મંત્રી સહભાગી બન્યા હતા. પોરબંદરને દસ હજાર વૃક્ષો દ્વારા હરિયાળું બનાવવાના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. મિશન ૧૦ હજાર પ્લસ ટ્રી અભિયાનના પ્રણેતા પોરબંદર તાલુકા રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ અને હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા, પાયોનીયર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા અને સમગ્ર આયોજનના કોર્ડીનેટર ધર્મેશભાઈ પરમાર દ્વારા પોરબંદરને હરિયાળું બનાવવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે ગ્રીન પોરબંદર અંતર્ગત સંસ્થાઓ દ્વારા યોજાયેલ વૃક્ષારોપણના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ હાજરી આપી હતી, અને તેઓએ વાડી પ્લોટ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. આ તકે ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પરબતભાઈ પરમાર, રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયા પ્રદીપભાઈ ખીમાણી, કલેક્ટરશ્રી એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.બી. ઠક્કર અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ભગીરથસિંહ જાડેજા સહિત ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ ગ્રીન પોરબંદર અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું ૦૦૦૦૦૦૦૦ પોરબંદરની સંસ્થાઓ...

Posted by Info Porbandar GoG on Sunday, August 18, 2024

Comments