પોરબંદરના ફરેરની પે સેન્ટર સ્કૂલમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રેલી યોજાઈ

હર ઘર તિરંગા અભિયાન-પોરબંદર જિલ્લો ૦૦૦ પોરબંદરના ફરેરની પે સેન્ટર સ્કૂલમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રેલી યોજાઈ
પોરબંદર તા. ૧૪, પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાં આવેલા ફરેર ગામ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લામાં આવતીકાલે સ્વાતંત્ર્ય પર્વની અનેરા ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવશે. જેના આગોતરા આયોજનના ભાગરૂપે શાળા-કોલેજોમાં પૂરજોશે તૈયારીઓ થઈ રહી છે. ગ્રામ્ય પંથકમાં વધુમાં વધુ લોકો સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં સહભાગી બને તેવા પ્રયાસો વિદ્યાર્થીઓ દ્વારા થઇ રહ્યા છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લાની શાળાઓના બાળકો દ્વારા રેલી યોજી ઘર ઘર સુધી સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે. કુતિયાણાની ફરેર ગામની પે સેન્ટર શાળામાં વિદ્યાર્થીઓએ ગામના રાજમાર્ગો પર હાથમાં તિરંગો લઈ, સૂત્રોચ્ચાર કરી રેલી યોજી હતી. અને આ અનેરા સ્વતંત્રતા પર્વના ઉત્સવમાં ગ્રામજનોને જોડાવવા પ્રેરણા પૂરી પાડી હતી.

Comments