પોરબંદર નજીક ભોદ ખાતે કેન્દ્રીય મંત્રીશ્રીએ તેજસ્વી છાત્રોનું સન્માન કર્યું

પોરબંદર નજીક ભોદ ખાતે આવેલ સ્કૂલમાં વિદ્યાર્થી સન્માન સમારોહમાં પ્રોત્સાહક ઉપસ્થિતિ કેન્દ્રીય મંત્રીશ્રીએ તેજસ્વી છાત્રોનું સન્માન કર્યું
પોરબંદર, તા. ૧૮, કેન્દ્રિય મંત્રીશ્રી ડો.મનસુખભાઇ માંડવીયા પોરબંદરના પ્રવાસે આવ્યા હતા અને તેઓએ અલગ-અલગ સ્થળોએ યોજાયેલા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. પોરબંદર જિલ્લામાં રાણાવાવ નજીક ભોદ પાટીયા પાસે આવેલી ક્રિષ્ના સાયન્સ સ્કૂલ ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી ઉપસ્થિત રહ્યા હતા. ઘેડ સામાજીક વિકાસ સમિતિ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રી અને પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવીયા હાજર રહ્યા હતા. તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું અને પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું તેમજ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરી સન્માનિત કર્યા હતા. આ તકે ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયા, પ્રદીપભાઈ ખીમાણી, કલેક્ટરશ્રી એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.બી. ઠક્કર અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ભગીરથસિંહ જાડેજા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Comments