પોરબંદર પાલિકા દ્વારા સ્વસહાય જૂથની બહેનો માટે રક્ષાબંધનના તહેવાર પર મિઠાઈના સ્ટોલની વ્યવસ્થા કરી અપાઈ

 પોરબંદર પાલિકા દ્વારા સ્વસહાય જૂથની બહેનો માટે રક્ષાબંધનના તહેવાર પર મિઠાઈના સ્ટોલની વ્યવસ્થા કરી અપાઈ


પાલિકાના ચીફ ઓફિસરે સ્ટોલનું ઉદઘાટન કરી ત્રણ દિવસ સુધી વેચાણની વ્યવસ્થા કરી આપતા સખી મંડળની બહેનોને લાભ થયો

પોરબંદર, તા. ૨૦, પોરબંદર શહેરમાં સખી મંડળના બહેનો આત્મનિર્ભર બને તે માટે નગરપાલિકા દ્વારા તેઓને પૂરતી મદદ કરવામાં આવે છે. પોરબંદર નગરપાલિકા દ્વારા ૧૦પ જેટલા સખી મંડળોના બહેનોને લોન આપી તેઓ પગભર બને તેવા પ્રયાસો કરાયા છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મહિલા ઉત્કર્ષની અનેક યોજનાઓ અમલમાં છે, ત્યારે પોરબંદરમાં સખી મંડળના બહેનોને નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી અને નગરપાલિકા તંત્ર દ્વારા પૂરતી મદદ કરવામાં આવે છે. 

રક્ષાબંધનના તહેવાર પર નગરપાલિકા દ્વારા રાંદલ સ્વસહાય જૂથના બહેનોને મિઠાઈના સ્ટોલની વ્યવસ્થા નગરપાલિકાએ કરી આપી હતી. જેનું ઉદઘાટન નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ કર્યું હતું. ત્રણ દિવસ સુધી મિઠાઈનો સ્ટોલ લગાવી બહેનોએ રોજગારી મેળવી હતી. 

Post courtesy: Info Porbandar gog

Comments