૬૮મી અખિલ ભારતીય શાળાકીય જિલ્લાકક્ષા બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ

 

૬૮મી અખિલ ભારતીય શાળાકીય જિલ્લાકક્ષા બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ

પોરબંદર જિલ્લાના ૧૭૦ સ્પર્ધકોએ અલગ-અલગ કેટેગરીમાં ભાગ લીધો

પોરબંદર, તા. ૨૦, પોરબંદર, તા. ૨૦, પોરબંદર શહેરમાં આવેલા સરદાર પટેલ રમત સંકુલ ખાતે આયોજીત ૬૮ મી અખિલ ભારતીય શાળાકીય જિલ્લાકક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં અલગ-અલગ કેટેગરીમાં ૧૭૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત તેમજ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, પોરબંદર દ્વારા સંચાલિત ૬૮મી અખિલ ભારતીય શાળાકિય જિલ્લા કક્ષા બેડમિન્ટન અંડર ૧૪, ૧૭, ૧૯  ભાઈઓ, બહેનો સ્પર્ધાનું આયોજન તા.૧૭/૦૮/૨૦૨૪ના રોજ યોજવામાં આવેલ હતું. જેમાં પોરબંદર જિલ્લાની અલગ અલગ શાળા, સંસ્થામાંથી આ સ્પર્ધામાં ખેલાડીઓ ભાગ લેવા આવેલ હતા. 

આ સ્પર્ધાનું આયોજન “સરદાર પટેલ રમત સંકુલ”, સાંદીપની મંદિર સામે, પોરબંદર ખાતે કરવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં અંદાજીત ૧૭૦ ખેલાડીઓ ભાગ લીધો હતો. પોરબંદર જિલ્લા રમત ગમત અધિકારીશ્રી ડૉ.પ્રવિણાબેન પાંડાવદરા, શ્રી ધર્મેન્દ્રભાઈ રાઠોડ, શ્રી સચીનભાઈ એરડા, શ્રી તેજસભાઈ વીંછી, શ્રી અમિતભાઈ ભૂતિયા, શ્રી ડૉ.નરેશકુમાર ભાલીયા, ડૉ. હેતલબેન પંડ્યા, શ્રી શિલ્પાબેન દાસા તેમજ વિવિધ શાળાના વ્યાયામ શિક્ષકશ્રીઓ, કોચશ્રીઓ તેમજ વાલીઓ આ સ્પર્ધામાં ઉપસ્થિત રહ્યા હતા.


Comments