પોરબંદર જિલ્લામાં જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ૩૦ યુવાનોને ભારતીય સેનામાં ભરતી પૂર્વેની તાલીમનું સમાપન થયું

 પોરબંદર જિલ્લામાં જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ૩૦ યુવાનોને ભારતીય સેનામાં ભરતી પૂર્વેની તાલીમનું સમાપન થયું



પોરબંદર, તા. ૨૦, પોરબંદર જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ૩૦ યુવાનોને ભારતીય સેનામાં ભરતી પૂર્વેની નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા આર્મી, એરફોર્સ, નેવી, અર્ધલશ્કરી દળો તથા પેરામિલેટરી ફોર્સની ભરતીની પૂર્વેની શારીરિક તેમજ માનસિક ક્ષમતા માટેની પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલ મૂકવામાં આવી છે. જે અંતર્ગત ચાલુ વર્ષે પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્રનિર્માણના કામમાં થાય તે માટે ૩૦ દિવસના નિવાસી તાલીમનું વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોજવામાં આવ્યું હતું. આ તાલીમમાં ૩૦ પુરુષ ઉમેદવારો જોડાયા હતા. આ તાલીમનું સમાપન થયું હતું. આ સમાપન કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા આયોજન અધિકારીશ્રી, પોરબંદર જિલ્લા રોજગાર અધિકારીશ્રી, પોલીસ હેડક્વાર્ટરના એ.ડી.આઈ. શ્રી વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા. તેઓએ ઉમેદવારોની ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ આપી હતી. તાલિમાર્થી ભાઇઓએ આ તાલિમના સમયગાળા દરમ્યાન થયેલ અનુભવોને વર્ણવ્યા હતા. તાલિમ વર્ગ પુરો થતા તમામ તાલિમાર્થીઓને શુભકામના સહ વિદાય આપવામાં આવી હતી.     

Comments