પોરબંદરના શ્રેષ્ઠ રમતવીરોને કેબીનેટ મંત્રી શ્રીએ સન્માનિત કર્યા

 પોરબંદરના શ્રેષ્ઠ રમતવીરોને કેબીનેટ મંત્રી શ્રીએ સન્માનિત કર્યા


સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના માધ્યમથી સિદ્ધિ પ્રાપ્ત કરેલ ખેલાડીઓનું અભિવાદન

પોરબંદર, તા. ૨૦, પોરબંદર જિલ્લાના પ્રવાસે કેન્દ્રીય મંત્રી શ્રી અને સાંસદ તાજેતરમાં પધાર્યા હતા, તેઓએ સંસ્થાઓ દ્વારા યોજાયેલ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. રાણાવાવના ભોદ પાટીયા પાસે ક્રિષ્ના સાયન્સ સ્કૂલ ખાતે ઘેડ સામાજીક વિકાસ સમિતિ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં સાંસદશ્રી ડો. મનસુખભાઈ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા.

આ તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના માધ્યમથી સિદ્ધિ પ્રાપ્ત કરેલ પોરબંદર જિલ્લાના શ્રેષ્ઠ ખેલાડીઓને કેન્દ્રીય કેબીનેટ સ્પોર્ટસ મિનીસ્ટરશ્રી ડો. મનસુખભાઈ માંડવીયા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ડાયરેક્ટર ડી.એલ.એસ.એસ. ડો. મનિષ જીલડીયા દ્વારા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત વતી ડો. મનસુખભાઈ માંડવીયાને મોમેન્ટો અર્પણ કરી આવકારાયા હતા.

Comments