પોરબંદર:માધવપુર ખાતે પશુપાલન વિભાગ દ્વારા ઊંટ સારવાર કેમ્પ યોજાયો

 પોરબંદર:માધવપુર ખાતે પશુપાલન વિભાગ દ્વારા ઊંટ સારવાર કેમ્પ યોજાયો.


પોરબંદર, તા. ૨૧, પોરબંદર જિલ્લા પશુપાલન શાખા અને પશુ દવાખાના દ્વારા ઊંટ વર્ગના પ્રાણીઓ માટે ઝેરબાજ અને ખસ વિરોધી સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના પશુપાલન શાખાના અધિકારી આઈ.એસ. ગેહલોતના માર્ગદર્શન હેઠળ માધવપુરમાં કેમ્પ યોજવામાં આવ્યો હતો. પશુ ચિકિત્સક અધિકારીઓની ટીમ દ્વારા ઊંટની સારવાર કરવામાં આવી હતી. આ કેમ્પમાં પચાસ જેટલા ઊંટને એન્ટીસરા અને ખસ વિરોધી સારવાર આપવામાં આવી હતી.

Comments