૬૮ મી શાળાકીય સ્પર્ધા અંતર્ગત શ્રી દત્ત સાંઈ વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાઈ

 


પોરબંદર જીલ્લા કક્ષાની શાળાકીય ચેસ સ્પર્ધામાં ૧૩૧ ખેલાડીઓએ શતરંજની ચાલ રમી

૬૮ મી શાળાકીય સ્પર્ધા અંતર્ગત શ્રી દત્ત સાંઈ વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાઈ

પોરબંદર, તા. ૨૦,  પોરબંદર જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી દ્વારા આયોજિત ૬૮મી શાળાકીય સ્પર્ધા અંતર્ગત જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધાનું શ્રી દત્ત સાઈ વિદ્યાલય પોરબંદર ખાતે સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પોરબંદરના ત્રણેય તાલુકાની જુદી જુદી શાળાના કુલ ૧૩૧ જેટલા બાળકોએ અન્ડર-૧૪, અન્ડર-૧૭, અન્ડર-૧૯, ભાઈઓ તથા બહેનો વયજુથમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં જીલ્લાની તમામ શાળાના ખેલાડીઓએ ઉત્સાહ બતાવતા સારો પ્રતિસાદ મળ્યો હતો.

આ સ્પર્ધાના પ્રારંભમાં જીલ્લા રમતગમત અધિકારીશ્રી ડો. પ્રવિણાબેન પાંડાવદરા, શ્રી દત્તસાઈ વિદ્યાલયના ટ્રસ્ટીશ્રી રાજેશભાઈ જોષી, ઓલ ઈન્ડિયા પોસ્ટ ચેસ ચેમ્પિયન તથા ૪૦ થી વધુ વર્ષના અનુભવી ચેસ ખેલાડી જીતેન્દ્રભાઈ જોષી, ચેસ એસોસીએશનના દિવ્યેશભાઈ થોભાણી તથા શ્રી દત્તસાઈ વિદ્યાલયના આચાર્યશ્રી દિવ્યાબેન બાપોદરા સહિતના મંચસ્થ મહાનુભાવોએ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી આ સ્પર્ધાને શરૂઆત આપેલ હતી.

આ સ્પર્ધા સ્વિસ સિસ્ટમ દ્વારા રમાડવામાં આવેલ જેમાં વિવિધ વયજુથમાં ખેલાડીઓની સંખ્યાને આધારે અલગ અલગ રાઉન્ડનું ફિડે માન્ય "સ્વિસ મેનેજર" સોફ્ટવેર દ્વારા સંચાલન હાથ ધર્યું હતું. આ સ્પર્ધામાં અન્ડર-૧૪ ભાઈઓમાં ૪૬, અન્ડર-૧૪ બહેનોમાં ૩૦, અન્ડર-૧૭ ભાઈઓમાં ૩૮, અન્ડર-૧૭ બહેનોમાં ૧૨, અન્ડર-૧૯ ભાઈઓમાં ૫ ખેલાડીઓએ સહિત કુલ ૧૩૧ ખેલાડીઓ જોડાયા હતા. આ પ્રસંગે જિલ્લાની વિવિધ શાળાઓના વ્યાયામ શિક્ષકો, કોચશ્રીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં દરેક વયજૂથના આ ખેલાડીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પોરબંદર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. 

આ સ્પર્ધામાં ચીફ આર્બીટર તરીકે દિવ્યેશભાઈ થોભાણી તથા આર્બીટર તરીકે કમલભાઈ માખેચા, કરશનભાઈ ઓડેદરા, દિવ્યેશભાઈ જોષી, મહેશભાઈ નાંઢા, મહેન્દ્રભાઈ ડોડિયા, શાળાના વ્યવસ્થાપક મુકેશભાઈ થાનકી વગેરે લોકોએ સેવા આપી હતી. 

આ સ્પર્ધાના કન્વીનર તથા ટુર્નામેન્ટ ડાયરેક્ટર તરીકે મૈત્રેયભાઈ સોનેજીએ સેવા આપી હતી. આમ શાંતિપૂર્વક ૬૮મી શાળાકીય સ્પર્ધાનું જીલ્લા કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.



Comments