પોરબંદર જિલ્લા કક્ષાની શાળાકીય જુડો સ્પર્ધા યોજાઈ

 પોરબંદર જિલ્લા કક્ષાની શાળાકીય જુડો સ્પર્ધા યોજાઈ


૬૮મી અખિલ ભારતીય શાળાકીય જિલ્લા કક્ષા જુડો અંડર ૧૪,૧૭,૧૯ સ્પર્ધામાં ૬૨ ખેલાડીઓએ ભાગ લીધો

પોરબંદર, તા. ૨૧, ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત તેમજ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, પોરબંદર દ્વારા સંચાલિત ૬૮મી અખિલ ભારતીય શાળાકિય જિલ્લા કક્ષા જુડો અન્ડર-૧૪, ૧૭, ૧૯  ભાઈઓ તથા બહેનોની સ્પર્ધાનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લાની અલગ અલગ શાળા-સંસ્થામાંથી આ સ્પર્ધામાં ખેલાડીઓ ભાગ લેવા માટે આવ્યા હતા. 

આ સ્પર્ધાનું આયોજન પોરબંદરના સાંદીપનિ શ્રી હરિ મંદિર સામે આવેલા સરદાર પટેલ રમત સંકુલ ખાતે થયું હતું. આ સ્પર્ધામાં ૬૨ ખેલાડીઓએ ભાગ લીધો હતો. પોરબંદર જિલ્લા રમતગમત અધિકારીશ્રી ડૉ. પ્રવિણાબેન પાંડાવદરા, બોખીરાની ડિવાઈન પબ્લિક સ્કૂલના ટ્રસ્ટીશ્રી દિપેનભાઈ ઓડેદરા, ચીફ રેફરીશ્રી પરિમલભાઈ પાંજરી, હિતેશભાઈ બારડ, ભરતભાઈ જુંગી, જેસલભાઈ કડછા, શબાનાબેન તુર્ક પઠાણ તેમજ વિવિધ શાળાના વ્યાયામ શિક્ષકશ્રીઓ, કોચશ્રીઓ તથા વાલીઓ આ સ્પર્ધામાં ઉપસ્થિત રહ્યા હતા. 

Comments