પોરબંદર જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ સન્માનિત થયેલ શિક્ષકો સાથે સંવાદ કર્યો


પોરબંદર જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ સન્માનિત થયેલ શિક્ષકો સાથે સંવાદ કર્યો
ooooo
જિલ્લા પંચાયત કચેરી ખાતે શિક્ષક દિન નિમિત્તે આયોજીત કાર્યક્રમ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઉપસ્થિત રહ્યા 
ooo
શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડથી સન્માનિત થયેલ શિક્ષકોએ પોતાનો પ્રતિભાવ આપ્યો
ooo
પોરબંદર, તા. ૦૫, 
પોરબંદર જિલ્લા પંચાયત કચેરી ખાતે શિક્ષક દિન નિમીતે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડથી સન્માનિત થયેલા શિક્ષકો સાથે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સંવાદ કર્યો હતો.


પોરબંદર જિલ્લામાં જિલ્લા કક્ષાએ એક શિક્ષક અને તાલુકા કક્ષાએ ત્રણ શિક્ષકો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત થયા છે.ત્યારે તેઓએ કરેલી સરાહનીય કામગીરી અંગેના પ્રતિભાવો આપ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી એસ.ડી. ધાનાણી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.બી. ઠક્કરે શિક્ષકો સાથે શૈક્ષણિક બાબતો અંગે સંવાદ કર્યો હતો. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પરબતભાઈ એમ. પરમાર અને કારોબારી સમિતિના ચેરમેનશ્રી આવડાભાઈ ઓડેદરા અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી વિનોદ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦ ૦૦૦ ૦૦૦ 
#HappyTeacherDayGuj
#CmAtTeachersDayGuj

Comments