પોરબંદર : શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત થનાર પોરબંદરની બિલડી સીમશાળાના શિક્ષિકાએ આપ્યો પ્રતિભાવ
પોરબંદર : શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત થનાર પોરબંદરની બિલડી સીમશાળાના શિક્ષિકાએ આપ્યો પ્રતિભાવ
વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવડાવી લેખનકાર્યમાં આગળ વધે તેવા પ્રયાસો કર્યા હોવાથી મારી એવોર્ડ માટે પસંદગી થઈ : હર્ષાબેન પઢીયાર
ooo
પોરબંદર, તા. ૦૪,
શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન કરને વિદ્યાર્થીઓના ભવિષ્યનું નિર્માણ કરવામાં શિક્ષકનું મહત્વનું યોગદાન હોય છે. પોરબંદરમાં આવા જ એક શિક્ષિકા પોતાની શાળામાં સંસ્કાર, શિસ્ત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કાર્યરત છે.
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેતા પોરબંદરના બીલડી સીમ શાળાના મદદનીશ શિક્ષિકા હર્ષાબેન પઢીયારનું આવતીકાલે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પ્રમાણપત્રથી સન્માન થશે. ત્યારે તેઓએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, આ શાળામાં બાળકો સાથે વિવિધ પ્રવૃત્તિઓ હું કરૂં છું. વિદ્યાર્થીઓને મેં અલગ-અલગ સંસ્થાઓ સાથે જોડ્યા છે. નવોદય ક્રાંતિ પરિવારના પ્રોગ્રામ, હિન્દી રાષ્ટ્રીય દિવસ, બાલિકા રાષ્ટ્રીય દિવસ જેવી ઘણીબધી પ્રવૃતિઓમાં વિદ્યાર્થીઓને ભાગ લેવડાવ્યા. વિદ્યાર્થીઓ લેખન કાર્યમાં આગળ વધી શકે તે માટે સતત પાઠ્ય પુસ્તકનું વાંચન કરાવવાની સાથે અખબારની પૂર્તિઓ વંચાવું છું. વડોદરાના સાહિત્ય ગૃપમાં જોડાઈ, વિદ્યાર્થીઓના લેખ લખીને હું મોકલું છું. વિદ્યાર્થીઓના લેખ પસંદ થતા સાહિત્યકારો મારા સંપર્કમાં આવ્યા. જેથી વિદ્યાર્થીઓ માટે એક નવી કેડી ઉભી થઈ. સાહિત્ય સંસ્થામાં મારી શાળાના ૨૬ વિદ્યાર્થીઓ જોડાયા છે. વિદ્યાર્થીઓ સાહિત્યને સંસ્થામાં મોકલતા હોવાથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાય છે. આમ, વિદ્યાર્થીઓને અલગ-અલગ પ્રવૃત્તિઓ કરાવતી હોવાથી મારી તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ હોવાનો મને અનેરો આનંદ છે.
૦૦૦ ૦૦૦ ૦૦૦
Comments
Post a Comment