ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના વિધાર્થીઓએ પોરબંદર જિલ્લાના ગામોની મુલાકાત લીધી
ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના વિધાર્થીઓએ પોરબંદર જિલ્લાના ગામોની મુલાકાત લીધી
-----------
પોરબંદર જિલ્લામાં ગુજરાત વિદ્યાપીઠ વિધાર્થીઓનો પ્રાકૃતિક ખેતી વધારવા માટેનો પ્રેરક પ્રયાસ
-----------
પોરબંદર તા.૨૪, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન ભવનનાં વિધાર્થીઓ દ્વારા પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અને જીવનશૈલી ગ્રામજીવનના પ્રચાર માટે વિધાર્થીઓ દ્રારા પદયાત્રા કરવામાં આવી હતી.
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ વિધાર્થીઓની બે ટીમ દ્રારા પોરબંદર જિલ્લાના પહેલા દિવસે છાયા, રતનપર, ઓડદર, ટુકડા ગોસા, મોટા ગોસા, રાતીયા, ગોરસર, મંડેર, ચિંગરિયા, પાતા, અંતરોલી, માધવપુર, કડછ, ઉટડા, ગરેજ ગામોની પદયાત્રા કરવામાં આવી હતી.બીજા દિવસે બોરીચા,આદિત્યાણા, રામગઢ, ખંભાળ, લધાધાર, હનુમાનગઢ ગામોની મુલાકાત કરવામાં આવી હતી. અને ત્રીજા દિવસે બોખીરા, વડાળા, મોઢવાડા, કીદરખેડા, બગવદર, હાથલા ગામોની મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાત યાત્રામાં ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટના હેડ ડો.પુનિતા હર્ણેના માર્ગદર્શન હેઠળ 14 વિદ્યાર્થીઓ જોડાયા હતા.
આ પદયાત્રામાં વિદ્યાર્થીઓએ ગામડાઓમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે તેઓને સમજૂત કરવામાં આવ્યાં હતાં અને પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો દ્વારા પ્રાકૃતિક ખેતી કરીને સારું ઉત્પાદન મેળવી શકાય તેની સમજ આપવામાં આવી હતી. જીવનશૈલી ગ્રામજીવનના પ્રચાર માટે આ પદયાત્રામાં વિદ્યાર્થીઓએ ખેડૂતોની મુલાકાત લીધી હતી અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના પ્રતિભાવો મેળવી અવનવી માહિતી પણ મેળવી હતી. પોરબંદર થી માધુપુર વચ્ચેના ઘેડ વિસ્તારની પણ મુલાકાત લીધી હતી અને અહીંના પરંપરાગત ખેતી પાકોની પણ માહિતી મેળવી હતી.
Comments
Post a Comment